Gujarati Love Story | કોલેજનો પ્રેમ

આ બ્લોગ પોસ્ટમાં, આજે હું તમારી સાથે મારી કોલેજ ની Gujarati Love Story Share કરવાનો છું આશા છે કે તમને પસંદ આવશે.

કોલેજનો પ્રેમ એ એક અનોખો અનુભવ છે. આ એવો સમય હોય છે જ્યારે આપણે પોતાની જાતને શોધી રહ્યા હોઈએ અને આપણા જીવનમાં શું કરવા માંગીએ છીએ તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ. આ સમયે, આપણને એક એવી વ્યક્તિ મળે છે જે આપણને સમજે છે અને આપણને પ્રેમ કરે છે. આ એક અદ્ભુત લાગણી છે જે આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

મારુ 1 થી 12 સુધીનું ભણતર મારા ગામ વીરપુર માં થયું હતું. હવે 12 પછી મારે કોલેજ જોઈન કરવાની હતી. અમારા ગામ આજુબાજુ કોલેજ ની સુવિધા નહોતી એટલે અમારા ગામ થી 25 કિલોમીટર દૂર એક નાનું સિટી આવેલું છે ત્યાં એડમીસન લેવાનું હતું. અમારા ગામના બધા છોકરા છોકરીયો ત્યાં જ કોલેજ જતા હતા. હું ખુબ જ ખુશ હતો કેમ કે પહેલી વાર કોલેજ જતો હતો મારા માટે આ નવી દુનિયા હતી. કોલેજ નો ટાઇમ સવારે 8.30 વાગ્યા નો હતો એટલે અમે સવારની ની 7.00 વાગ્યા ની બસ માં કોલેજ જતા હતા . તો પહેલા દિવસે હું સવારે 7 વાગ્યે બસ માં બેઠો કોલેજ જવા માટે .


Gujarati Story તારી મારી લવ સ્ટોરી


Gujarati Love Story | કોલેજનો પ્રેમ

આખી બસ માં સ્ટુડન્ટ વધારે હતા મને બીક બી લાગતી હતી. બધા છોકરા છોકરીઓ એક બીજા સાથે મસ્તી કરતા હતા. પછી એક ગામના સ્ટેન્ડ એ બસ ઉભી રહી ત્યાં બીજા છોકરા છોકરીઓ એન્ટર થયા બસ માં ત્યારે મારી નજર એક છોકરી ઉપર પડી અને હું જોતો જ રહી ગયો . એનું નામ રિયા હતું…પહેલી નજર માં જ હું એના પર ફિદા થઇ ગયો. એને જીન્સ અને શર્ટ પહેર્યું હતું સ્ટાઈલિશ બુટ અને એક હાથ માં બેગ લઇ એ બસ માં ચડી. દેખાવ માં બહુ જે સુંદર હતી. હું તો બસ અને જોતો જ રહી ગયો. એ મારી શીટ આગળ જ ઉભી હતી મને થયું કે અને જગ્યા આપી દઉં બેસવા પણ લોકો અવળું વિચારશે એ બીક થી કહી ના શક્યો .પછી બીજા બસ સ્ટેન્ડ પર મારી બાજુમાં ભાઈ હતા એ ઉતરી ગયા તો એ મારી બાજુમાં બેઠી. મનમાં હું બહુજે ખુશ હતો . મારે એનું નામ પૂછવું હતું પણ હિંમત નહોતી. 10 મિનિટ હું કઈ બોલ્યા નહિ. મેં કોલેજ નું આયી કાર્ડ પહેરેલું જ હતું એ જોઈ ગયી સો અને પૂછ્યું કે તમે આ કોલેજ માં છો ? મેં કયું હા એજ કોલેજ માં.

એને બી કોલેજ નો પહેલો દિવસ હતો એના માટે બી બધું નવી જ હતું. સો પછી અમે એક બીજાનું નામ પૂછ્યું અને ધીમે ધીમે વાતો શરુ કરી અને એટલા માં બસ સ્ટેન્ડ આવી ગયું અમે નીચે ઉતર્યા બસ માંથી.અમારી કોલેજ બસ સ્ટેન્ડ થી થોડી દૂર હતી સો ચાલીને જવાનું હતું એ બી એકલી જ હતી અને અમારે એકજ કોલેજમાં જવાનું હતું. તો અમે બંને સાથે જ ચાલતાં ચાલતાં કોલેજ ગયા. આખો દિવસ કોલેજ માં રહ્યાં પણ કઈ વાત ના થઇ એના જોડે. આમ તો અમે એક જ ક્લાસ માં હતા . મારુ ધ્યાન એના ઉપર જ હતું.પછી કોલેજ છૂટવાનો ટાઇમ થયો અને અમારા બંનેનો બસ નો ટાઈમ એક જ હતો તો મેં પૂછ્યું કે તમારે બી આવાનું છે તો કે હા તો પછી વળતી ફેરા બી અમે બંને સાથે આવ્યા. હજી અમારી વચ્ચે એટલી વાત નહોતી થતી. આવી રીતે અમે થોડાં દિવસ રોજ સાથે આવતા જતા પણ નોર્મલ વાત ચિત કરતા .

મારે એનો નંબર માંગવો હતો પણ બીક લાગતી હતી કે ના પડશે તો ..પણ એક દિવસ હિંમત કરી ને નંબર માંગ્યો તો એને નંબર આપ્યો મને. મનમાં હું ખુશ થઇ ગયો કેમ કે હવે એને મારા પાર ટ્રસ્ટ હતો. પછી અમે Whatsapp માં વાતો સ્ટાર્ટ કરી. ધીમે ધીમે વાત ચિત કરવાનું વધી ગયું હવે અમે રોજ વાત કરતા સાથે કોલેજ જતા અને અમે પાકા ફ્રેડ બની ગયા હતા. અમે હવે રોજ બસ માં જોડેજ બેસતા અને સાથે ચાલીને કોલેજ જતા

એક બીજા સાથે બધી વાતો શેયર કરતા. એ મને બહુજે સારું રાખતી અને મારી કેર કરવા લાગી હતી . મને સ્ટડી માં હેલ્પ કરતી. અમે સાથે નાસ્તો કરવા પકોડી ખાવા જતા અને ખુબ મજા કરતા હતા. મને ધીમે ધીમે એની સાથે પ્રેમ થઇ ગયો હતો .આખો દિવસ એના વિશેજ જ વિચારતો હતો.પછી ફેબ્રુઆરી મહિનામાં માં એનો Birthday હતો તો મને થયું કે એ દિવસે હું પ્રપોઝ કરીશ. મેં બધુજ પ્લાન કરી દીધું . અને Birthday દિવસે અમે હોટલ માં ગયા ત્યાં મસ્ત કેન્ડલ લાઈટ ડીનર કર્યો અને કેક કટ કરી અને પછી મેં એનો હાથ પકડ્યો અને મેં કયું રિયા એક વાત કહું હું? હુ તને બહુજે પસંદ કરું છું મને તારી સાથે લવ થઇ ગયો છે. હું આખી લાયીફ તારી સાથે જીવવા માંગુ છું .તોડી વાર તો એ કંઈજ બૉલી નહિ પછી એને Smile કરી પછી હું સમજી ગયો કે એની બી હા જ છે પછી મે અને પૂછ્યું તું મને લાયીક કરે છે ?…તો અને સરમાયી ને કયું હા … પછી મેં એના હાથ માં રિંગ પહેરાવી એ બહુજે ખુશ થઇ ગયી, અને મને હગ કરી લીધું અને મને ગાલ પર કિસ કરીને કયું I love You આ મારી લાયીફ નો બેસ્ટ દિવસ હતો.