આ બ્લોગમાં અમે અધૂરા પ્રેમની Gujarati Love Story શેર કરીશુ. અધૂરા પ્રેમની વાર્તાઓ હંમેશા સૌથી વધુ રસપ્રદ હોય છે. કારણ કે તેમાં પ્રેમની ખુશીઓ અને દુઃખો બંનેનો સમાવેશ થાય છે.
મારુ નામ દેવ છે અને મારી ઉમર 22 વર્ષ છે મારુ ગામ વિજાપુર છે. અમે વર્ષો થી વિજાપુર જ રહીયે છીએ. મને મારીજ ગામની છોકરી જોડે પ્રેમ થઇ ગયો હતો જેનું નામ માયા હતું. અમારા બંને ની કાસ્ટ અલગ અલગ હતી. પ્રેમ ની શરૂઆત એ રીતે થઇ કે હું રોજ સાંજે ગામની ડેરી એ દૂધ ભરાવા જતો હતો અને એબી રોજ સાંજે ત્યાં દૂધ ભરાવા આવતી હતી અને ડેરી માં અમુક વાર લાઈન હોય તો બેસવું પડતું થોડી વાર.
અમે એક બીજા સાથે કોઈ દિવસ બોલ્યા નહોતા ઓળખતા ખરા પણ ખાસ કોઈ દિવસ વાત નહોતી કરી આવી રીતે હું રોજ ડેરી જતો અને એ બી આવતી. ધીમે ધીમે હવે રોજ એ આવે તો Smile આપતી મને અને હું બી એને Smile આપતો એવું થોડા દિવસ સુધી ચાલ્યું. પછી ધીમે ધીમે અમે એક બીજા સાથે બોલવા લાગ્યા. ગામ હતું એટલે એટલી વાત નહોતા કરી સકતા પણ હાલ ચાલ એક બીજાના પૂછી લેતા. પછી એક દિવસ હિંમત કરીને મેં કાગળ માં નંબર લખીને એના હાથ માં આપી દીધો. મને ડર હતો કે એ ગુસ્સે ના થાય તો સારું પણ એ કઈ બોલી નહિ અને નંબર લઇ જતી રહી. પછી મેં રાતે મોડા સુધી રાહ જોઈ MSG ની પણ Msg આવ્યો નહિ પછી રાતે 12 વાગે Msg આવ્યો Hello દેવ. હું બહુજે ખુશ થઇ ગયો પછી અમે Msg માં થોડી વાતો કરી પછી એને કયું કે હું Msg કરું તો જ કરજો સામેથી Msg ના કરતા કેમ કે એની ફેમિલી માં એના મમ્મી પાપા અને ભાઈ સ્ટ્રિક્ટ હતા.
Gujarati Love Story
હવે અમે રોજ Msg માં વાતો કરવા લાગ્યા હતા અને રોજ સાંજે ડેરી એ મળતા હતા પછી જયારે જયારે એનાં ઘરે કોઈ ના હોય તો Call માં પણ વાતો કરવા લાગ્યા અમે અને વાતો માં ને વાતો માં કયારે અમને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો ખબર જ ના પડી અને હવે અમે એક દિવસ બી એક બીજા સાથે વાત કર્યા વગર નથી રહી સકતા. એ મને પાગલ ની જેમ પ્રેમ કરવા લાગી હતી. મારી બહુજે કૅર કરતી હતી. મને વાતે વાતે કેતી તમે મને ભૂલી તો નહિ જાઓ ને તમે મારા જોડે લગન કરસો ને? એને ડર હતો કે એના મમ્મી પાપા લગ્ન નહિ કરવા દે એ મને ખોવા નહોતી માંગતી. મેં કયું કઈ બી થાય હું તારા થી દૂર કોઈ દિવસ નહિ જાઉં. મેં એને First Time ગિફ્ટ આપવાનું વિચાર્યું હું Study કરતો હતો એટલે મારા જોડે પૈસા નહોતા પણ મારા જોડે સેવિંગ કરેલા પૈસા હતા.
તો મેં એના માટે Watch ખરીદી. એ ના પડતી હતી કેમ કે એને ડર હતો કે ઘરે કોઈ ને ખબર પડશે તો ..પણ મેં મનાવી લીધી અને અને Watch ગિફ્ટ માં આપી એ બહુજે ખુશ થઇ ગયી. એ બી મારા માટે Perfume લાવી હતી.અમારા વચ્ચે બધુજ સારું ચાલતું હતું અમે બંન્ને બહુજે ખુશ હતા પણ એક દિવસ એનો કોઈ Msg ના આવ્યો.
આખો દિવસ મેં રાહ જોઈ પણ Msg ના આવ્યો. મને ડર લાગવા લાગ્યો સાંજે હું ડેરી ગયો તો ત્યાં બી એ નહોતી આવી. આવી રીતે મેં 5 દિવસ રાહ જોઈ પણ ના એનો Msg આવ્યો કે ના એ જોવા મળી. પછી એની એક દોસ્ત દ્વારા મને ખબર પડી કે એનાં ભાઈ એ અમારા બંને ના Msg વાંચી લીધા છે અને એને ખબર પડી ગયી છે અને એને ઘરે બી કઈ દીધું છે. એના જોડેથી Mobile લઇ લીધો છે આ સાભંળી હું બહુજે ગભરાઈ ગયો. મને કંઈ જ સુજતુ નહોતું પાગલ ની જેમ ખાધા પીધા વગર રૂમ માં બેસી રહ્યો હતો.
પ્રેમ ની લવ સ્ટોરી
પછી તોડા દિવસ પછી એને હિંમત કરીને એની દોસ્ત ની હેલ્પ થી મને કોલ કર્યો અને રડવા લાગી ….દેવ હું તારા વગર નહિ રહી શકું…..મારા મમ્મી પાપા એ મને રૂમ માં પુરી રાખી છે કહે છે કોઈ દિવસ તારા લગન બીજી કાસ્ટ માં નહિ થવા દઈએ . મને ક્યાંય બહાર નહિ નીકળવા દેતા. મારો સંબન્ધ બીજે નક્કી કરાવના છે મને કઈ સમજાતું નથી શું કરું. તું Plz કઈ કર ને મને લઇ જાને. મેં કયું તું ચિંતા ના કર હું તારા થી દૂર નહિ જાઉં. હુ તારા લગન બીજે નહિ થવા દઉં. તું ગમે તે કરી કોઈ બી બાહને ગામના તળાવ કાલે 2 વાગે આવાની કોસિસ કર. એને કયું હું Try કરીશ એમ કહીં ફોને મૂકી દીધો.
હું એની રાહ જોઈ ને ઉભો હતો તળાવ આગળ 3 વાગી ગયા પણ એ આવી નહિ અને હું જતો જ હતો ને એ આવી અને મને જોર થી Hug કરીને રોવા લાગી. હું બી રડવા લાગ્યો. એ કહેવા લાગી હું તારા વગર નહિ રહી શકું મન તારી સાથે લઇ જા. એટલા માંજ એનો ભાઈ અને ફેમિલી વાળા આવી ગયા અને એને હાથ પકડીને મરાથી દૂર લઇ ગયા અને મને એનો ભાઈ મારવા લાગ્યો એ જોઈ ને બહુજે રડવા લાગી એટલા માં મારી ફેમિલી વાળા બી આવી ગયા અને મને બચાવી લીધો.
મારી હાલત જોઈ મારા પરિવારે ગામ છોડવાનું નક્કી કર્યું. મેં બહુંજે મનાવ્યા પાપા ને પણ એ ના માન્યા. અમે બન્ને એક બીજના પ્રેમ માં બહુજે પાગલ હતા.અમે એક બીજા થી અલગ રેવાનાં વિચાર થી બી ડરતા હતા. જતા પેલા મેં એક વાર એના જોડે વાત કરવાનો Try કર્યો એની ફ્રેડ ની હેલ્પ થી અમે કોલ માં વાત કરી અને મેં કયું હું તારા સિવાય બીજા જોડે લગન નહિ કરું તું રાહ જોજે હું આવીસ તને લેવા પાછો અને એને બી કીધું મારા મમ્મી પાપા ગમે તે કરશે તો બી હું બીજે લગન નહિ કરું તારી રાહ જોઇસ દેવ અને આવી રીતે અમે બંને અલગ થયા અને અમારો પ્રેમ અધરો રહી ગયો.
આજે એ વાત ને 2 વર્ષ થઇ ગયા અમે એક બીજા સાથે કોઈ વાત નથી કરી ના મળ્યા છીએ પણ હજી બી એણે બીજા જોડે લગન નથી કર્યા અમારો પ્રેમ હજી બી એક બીજા માટે ઓછો નથી થયો ના મેં બીજે લગન કર્યા છે અમે બંને એ હવે ભગવાન પર છોડયું છે જો અમારો પ્રેમ સાચો હશે તો અમેં બંને જરૂર મળીશુ . જોઈએ છીએ હવે આગળ શું થાય છે. આશા છે કે તમને મારી આ સ્ટોરી પસંદ આવી હશે.
DK ગુજરાતી સ્ટેટસ એ ગુજરાતી લોકો માટે એકમાત્ર વેબસાઇટ છે જ્યાં તમે તમામ પ્રકારના Gujarati Status ડાઉનલોડ ઓપ્શન સાથે મળશે . અહીં તમને ગુજરાતી લવ સ્ટોરી, ગુજરાતી સ્ટેટસ, ગુજરાતી શાયરી, અને વધુ જેવી વિવિધ શ્રેણીઓમાં સ્ટેટસ મળશે.