આ આર્ટીકલમાં અમે સરસ મજાના (Gujarati Love Letter) લવ લેટર (પ્રેમ પત્ર) ગુજરાતીમાં રજુ કર્યો છે જે તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સાથે શેર કરી શકો છો.
પ્રેમ પત્ર એ પ્રેમનો એક સુંદર ભેટ છે. તે તમારા પ્રિયતમને તમારા પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવાની એક શ્રેષ્ઠ રીત છે.
આ લવ લેટર તમારા પ્રિયતમને ખુશ કરવા અને તેમને તમારા પ્રેમ વિશે યાદ અપાવવા માટે એક શ્રેષ્ઠ રીત છે.
પ્રેમ પત્ર 1 – તું મારી સાથે હોય ત્યારે…
પ્રિય (પ્રેમી/પ્રેમિકાનું નામ),
વિષય :- તું મારી સાથે હોય ત્યારે…
તારૂ મારી સાથે હોવું મતલબ મારી ખુશીઓનું મારી સાથે હોવું…..
તું જ્યારે મારી સાથે હોય ત્યારે આખી દુનિયા મારી સાથે હોય એવું લાગે છે.. અને જ્યારે તું મારી સાથે નથી હોતી ત્યારે આ દુનિયાની ભીડમાં પણ કંઈક ખૂટતું હોય એવું એવું લાગે છે.
તું મારી સાથે હોય ત્યારે હું એક અલગ જ પ્રકારની ખુશી મેહસુસ કરૂ છું અને એ ખુશીનું વર્ણન હું શબ્દોમાં નહિ આપી શકું પણ હા એટલું કહીશ કે…
“હું સૌથી વધારે ખુશ ત્યારે હોઉં છું. જ્યારે હું તારી સાથે હોઉં છું…”
આમ તો દિવસભરમાં ઘણા બધાં લોકોને હું મળી લઉં છું પણ છતાંય મારી આ આંખો અને મારૂ આ દિલ હંમેશા તને મળવાં બેચેન રહે છે.
વાત લાંબી કર્યા વગર જો ટુંકમાં કહું તો,
જીવવા માટે જેટલું શ્વાસ લેવું જરૂરી છે… તારૂ મારી જિંદગીમાં હોવું પણ એટલું જ જરૂરી છે…
લિ. તારો પ્રેમી
પ્રેમ પત્ર 2 તારી સુંદરતાનું વર્ણન…
પ્રિય (પ્રેમી/પ્રેમિકાનું નામ),
વિષય:- તારી સુંદરતાનું વર્ણન…
હાં.. હાં… તારૂ ફરિયાદ કરવું તો બને જ છે છે… તું મારા માટે તૈયાર થઈને આવે છે અને ‘તારી સુંદરતા વર્ણન’ માં હું એક શબ્દ ના બોલું તો તારી ફરિયાદ કરવી જાયજ છે પણ…
સાચું કહું ને તું જયારે થોડી બી તૈયાર થઇ ને મારી આંખો ની સામે આવે છે ને ત્યારે હું આજુ બાજુનું બધું ભૂલી ને બસ એક તારા માં જ ખોવાઈ જાઉં છું
મારૂ મન તો ઘણું બધું થતું હોય છે કે તારી સુંદરતાને હું મારા શબ્દો થકી બીજા ચાર ચાંદ લગાવી દઉં પણ….
મારા એ દિલ ની વાત હોઠો સુધી લાવી જ નથી શકતો અને ખરે ખર તારી સુંદતાનું વર્ણન કરવું શક્ય નથી કેમ કે તારી સુંદરતાને શબ્દો માં કેદ કરવી શક્ય નથી
એમ તો msg માં ઘણી બધી તારીફ કરી દઉં છું પણ જયારે તું આંખો ની સામે આવે છે મારી બોલતી બંધ થઇ જાય છે
પણ મારુ મૌન તને તકલીફ આપે છે તો હવે મારા મૌન ને તોડી ને મારા શબ્દો થાકી હું તારી સુંદરતાને વધારે સુંદર બનાવીશ.
લિ. તારો પ્રેમી
પ્રેમ પત્ર 3 તને મળવાની ખુશી….
પ્રિય (પ્રેમી/પ્રેમિકાનું નામ),
વિષય:- તને મળવાની ખુશી….
એમ તો ઘણી- બધી ખુશીઓથી પરિચિત છું હું .. પણ જે તને મળવાની ખુશી છે એની વાત જ કંઈક અલગ છે…
મારા દિવસ ભરનો થાક અને ઉદાસી પલ ભર માં દૂર થઇ જાય છે જયારે તું મારી આંખો ની સામે આવી જાય છે
તને જોતા ની સાથે જ મારા ચહેરા પાર સ્માઇલ આવી જાય છે એનું વર્ણન શબ્દો માં કરવું શક્ય નથી એને ખાલી મહેસુસ કરી શકાય છે તને મળવાની ખુશી કંઈક એવી હોય છે કે ના એ શબ્દોમાં લખાય છે ના હૈયામાં સમાય છે
એમ તો દિવસ ભરમાં ઘણા ચહેરા આંખો ની સામે આવીને ચાલ્યા જાય છે પણ એ બધા માં એ ખુશી નો અહેસાસ નથી થતો જેટલો તને જોઈ થાય છે
બસ વાત એટલી છે કે તને મળવું એ ખુશીઓનો ભાગ છે બસ એટલે જ તું મને આમજ મળતી રેજે અને એક દિવસ હંમેશ ને માટે મળી જજે……
લિ. તારો પ્રેમી
અંતે, તમારા પ્રેમને સમર્પિત આ બ્લોગ અહીં પૂર્ણ થાય છે. પરંતુ પ્રેમની કથા તો અનંત છે. એ કથા આપણે દરેકે આપણા જીવનમાં, આપણી રીતે, આપણા શબ્દોમાં લખવી છે. તો ચાલો, આપણે પ્રેમ કરતાં રહીએ, લખતાં રહીએ, અને જીવતાં રહીએ!
અને હા, લવ લેટરન ને તમારા પ્રેમી ને મોકલવાનું ભૂલતા નહિ
જો તમને Gujarati Love Story વાંચવાનો પણ શોખ હોય તો તમે અમારો અધૂરા પ્રેમ ની વાતો પર નો આર્ટિકલ તમને જરૂર ગમશે.
આપનો આભાર.